ફિલ્મ રીવ્યુ: અક્ષયકુમારની નવી ફિલ્મ: સ્કાય ફોર્સ

ફિલ્મ રીવ્યુ: અક્ષયકુમારની નવી ફિલ્મ: સ્કાય ફોર્સ

ફિલ્મ રીવ્યુ: અક્ષયકુમારની નવી ફિલ્મ: સ્કાય ફોર્સ

Blog Article

બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તેઓ ગુમ થઈ ગયા હતા. તેમની સાથે શું થયું, તેમની બહાદુરીની ગાથા દેશ સમક્ષ કેવી રીતે આવી, તેમણે કેવી રીતે એક સાદા ફાઇટર વિમાનની મદદથી પાકિસ્તાનના આધુનિક ફાઇટર પ્લેનનો નાશ કર્યો હતો તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર વિંગ કમાન્ડર ઓપી તનેજાની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મહિલાઓને પાઇલટ્સની પત્ની તરીકેની ભૂમિકાઓ સુધી જ સીમિત રાખવામાં આવી છે. અક્ષયકુમારની પત્નીની ભૂમિકામાં નિમરત કૌર છે અને સારા અલી ખાને વીર પહરિયાની પત્નીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંદીપ કેવલાણી અને અભિષેક અનિલ કપૂરનું દ્વારા કરવામાં આવ્યું છે અને સંગીત તનિષ્ક બાગચીનું છે.
યુદ્ધ પર આધારિત ફિલ્મમાં VFXની ભૂમિકા મહત્ત્વની હોય છે. ‘સ્કાય ફોર્સ’માં પણ VFXનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. DNEG (ડબલ નેગેટિવ) નામની બ્રિટિશ ઇન્ડિયન કંપની દ્વારા આ ફિલ્મના VFX ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ એ જ કંપની છે, જેણે ‘ઈન્ટરસ્ટેલર’ અને ‘ઈન્સેપ્શન’ સહિત સાત ફિલ્મો માટે સાત ઓસ્કાર એવોર્ડ મેળવ્યા છે અને ‘બ્રહ્માસ્ત્ર’ માટે ભારતનો નેશનલ એવોર્ડ પણ મેળવ્યો હતો. ભારતીય ફિલ્મોમાં ઓછા જોવા મળે છે એવી ‘એરિયલ સિક્વન્સ’ પણ સ્કાય ફોર્સમાં દર્શાવવામાં આવી છે. કવિ પ્રદીપ દ્વારા લિખિત અને લતા મંગેશકર દ્વારા ગવાયેલા લોકપ્રિય દેશભક્તિ ગીત ‘એ મેરે વતન કે લોગોં’નો આ ફિલ્મમાં સારી રીતે ઉપયોગ થયો છે. ભારતના બહાદુર સૈનિકોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપવા આ નોન-ફિલ્મી ગીતની રચના 1963માં કરાઈ હતી. આ ફિલ્મનું શૂટિંગ યુકે સહિત ભારતના મુંબઈ, લખનૌ, સીતાપુર, અમૃતસર, હૈદરાબાદ, દિલ્હી, પઠાણકોટમાં થયું હતું.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામે લડાયેલા ચાર યુદ્ધમાં ભારતનો વિજય થયો છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બોર્ડર, ઉરી જેવી જે પણ ફિલ્મો બની છે તેને દર્શકોએ હંમેશા આવકારી છે. 2 ઓક્ટોબર, 2023ના રોજ ગાંધી જયંતિના અવસરે ‘સ્કાય ફોર્સ’ની સત્તાવાર જાહેરાત થઈ હતી. શરૂઆતમાં 2 ઓક્ટોબર, 2024ના રોજ આ ફિલ્મને રિલીઝ કરવાનું આયોજન હતું, પરંતુ તેનું નિર્માણ લંબાયુ હોવાથી તેને પ્રજાસત્તાક દિન-26 જાન્યુઆરી નિમિત્તે રીલીઝ કરવામાં આવી હતી.

Report this page